મુંબઈ: મુંબઈ (Mumbai)માં એક કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે આર્ટિકલ 370 (Article 370) ભારત અને જમ્મુ કાશ્મીરના જોડાણમાં બાધા હતી. આ સાથે જ તે દેશની એક્તામાં પણ વિધ્ન હતી. જ્યારથી કલમ 370 અને 35એ અસ્તિત્વમાં આવ્યાં ત્યારથી જનસંઘ અને ભાજપ તેનો વિરોધ કરી રહ્યાં છે. આર્ટિકલ 370 અને જમ્મુ કાશ્મીર પર આયોજિત એક કાર્યક્રમમાં બોલતા અમિત શાહે કહ્યું કે આર્ટિકલ 370ના કારણે જ દરેક ભારતીયે કહેવું પડતું હતું કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. જ્યારે અન્ય કોઈ પણ રાજ્ય માટે આપણે આમ કહેવું પડતું નહતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'Howdy Modi' માટે અમેરિકાના હ્યુસ્ટનની જ પસંદગી કેમ કરાઈ? ખુબ રસપ્રદ છે કારણ 


અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ આર્ટિકલ 370ને વોટબેંક પોલિટિક્સ તરીકે જોતી હતી જ્યારે તેને હટાવવી એ અમારા માટે દેશભક્તિનો મુદ્દો હતો. આ જ ફરક છે ભાજપ અને કોંગ્રેસમાં. અમિત શાહે કહ્યું કે એક દેશમાં બે વિધાન, બે નિશાન અને 2 પ્રધાન ચાલશે નહીં. તે જનસંધથી લઈને અત્યાર સુધી અમારો નારો રહ્યો છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...